UC News

World Television Day: કઇ રીતે TV આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયુ?

World Television Day: કઇ રીતે TV આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયુ?

નાનો પર્દો એટલે કે, TV આજે આપણા જીવનનું મહત્વનો ભાગ છે. ટીવી એક એવો ભાગ છે, જે આપણને સુચનાની સાથે સાથે મનોરંજન પણ પુરુ પાડે છે. દુનિયામાં TV ચેનલ પહેલાં જ આવી ગયા હતા પણ ભારતમાં આવતા થોડો સમય લાગ્યો. ટીવીની દુનિયા ભલે 95 વર્ષ જુનો છે, પણ તે આજ એક મોર્ડન રુપમાં આપણી સામે છે.
આજે જાણીએ TV આપણી લાઇફમાં કઇ રીતે મહત્વનું બની ગયુ? TV ની હિસ્ટ્રી અને તેની અજાણી વાતો.

TV ની શરુઆત

 • નવ દશક પહેલાં એક ભારી ભરખમ બોક્સના રુપમાં આપણે જેને જોતા તે ઇડિયટ બોક્સ આજે આપણા કહેવાથી જ ચેનલને બદલી નાંખે છે. 1924 માં એક બોક્સ, કાર્ડ અને પંખાની મોટરથી તૈયાર TV ની શરુઆત વિરોધ સાથે થઇ હતી. tv ના બદલાવની સફર જેટલી લાંબી છે, તેટલી જ દિલચસ્પ પણ છે. સમયની સાથે લોકમાં tv ની દિવાનગી એટલી વધી ગઇ કે, ભારતમાં જ 1962 માં 41 ટીવીનો સેટ અને એક ચેનલથી tv ની શરુઆત થઇ હતી. વર્ષ 1995 આવતા આવતા 7 કરોડ ભારતીયોના ઘરમાં ટેલિવિઝન આવી ચુક્યુ હતુ.
 • 15 ઓગસ્ટ 1982 માં ઇન્દિરા ગાંધીએ તાત્કાલિક પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીના ભાષણના સમયે પહેલીવાર આનું રંગીન પ્રસારણ શરુ કર્યું હતુ. એ સમયે ટીવીની દિવાનગી એટલી હતી, કે લોકો ઘરમાં 8 હજારના ટીવી માટે 15 આપવા તૈયાર હતા.

-કેમ ઉજવવામાં આવે છે World Television Day


 • 1996 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 નવેમ્બરે વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. આજ વર્ષે 21 નવેમ્બરે પહેલા વિશ્વ ટેલિવિઝન ફોરમની સ્થાપના કરવામાં આવી હતી. જેને લઇને આ દિવસની ઉજવણી થાય છે.

પહેલું પ્રસારણ

 • TV ભારતમાં પહેલું પ્રસારણ દિલ્હીમાં 15 સપ્ટેમ્બર 1959 માં પ્રાયોગિક રુપથી શરુ કરવામાં આવ્યુ. જેમાં ફક્ત 3 જ દિવસ કાર્યક્રમ આવતા, એ પણ ફક્ત 30-30 મિનીટ માટે, ધીરે ધીરે આ લોકો માટે આદત બની ગયુ.
 • જેના 6 વર્ષ બાદ 1965 માં રોજ પ્રસારણ થવા લાગ્યુ, યુનેસ્કોએ આ માટે ભારતની ઘણી મદદ કરી હતી, જે બાદ રોજ સમાચાર પ્રસારણ બુલેટિન પ્રસારિત થવા લાગ્યા હતા. શરુઆતમાં દુરદર્શનનું નામ ટેલિવિઝન ઇન્ડિયા હતુ, જેને બદલીને 1975 માં બદલીને દુરદર્શન રાખવામાં આવ્યુ. જે ફક્ત 7 શહેરમાં બતાવવામાં આવતુ હતુ.
 • આ નજારો લોકો માટે અદ્ભુત હતો, કારણ કે, લોકોએ આ પહેલાં ક્યારેય ટીવી નહોતુ જોયુ, 1966 માં ટીવી પર પહેલીવાર કૃષિ દર્શન કાર્યક્રમની શરુઆત થઇ. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જેથી આ કાર્યક્રમને જબરદસ્ત સફળતા મળી. આ શો સૌથી વધુ લાંબા સમય માટે ચાલ્યો.

પહેલું વિજ્ઞાપન

દુનિયાનું પહેલું વિજ્ઞાપન 1 જુલાઇ, 1941 એ અમેરિકામાં પ્રસારિત કરવામાં આવ્યુ, આ એડ વોચ બનાવવાની કંપની BULOVA એ આપી હતી.

જેને એક બેસબોલ મેચ પહેલા WNBT ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. 10 સેકન્ડની એડ માટે કંપનીએ 9 ડોલર ચુકવ્યા હતા.

રસ્તાઓ પર કર્ફ્યુ લાગવા લાગ્યો

tv ને લઇને લોકોની દિવાનગી વધતી ગઇ, ધીમે ધીમે બજારમાં રંગીન ટીવીનું વેચાણ શરુ થઇ ગયુ, 1982 માં ભારતમાં એશિયાઇ રમતોની શરુઆત થઇ હતી. જેનું પ્રસારણ રંગીન થયુ, અને આ સાથે જ એક TV એ લોકોને પાગલ કરી દીધુ. એક સમય એવો આવ્યો કે, લોકો ટીવી જોવા માટે પોતાના કિંમતી કામ છોડી દેતા હતા. કાર્યક્રમ જોવા માટે રસ્તાઓ પર કર્ફ્યુનો માહોલ જોવા મળતો. ખાસ કરીને રવિવારનો દિવસ ઉત્સવની રીતે ઉજવાતો.

બ્લેક એન્ડ વ્હાઇટની દુનિયામાંથી રંગીન TV સુધીની સફર

 • TV ના વિસ્તારમાં સૌથી મોટુ યોગદાન રામાયણ અને મહાભારતનુ રહ્યું, બંનેને જબરદસ્ત લોકપ્રિયતા મળી, એ વખતે રામાયણનો માહોલ એવો રહેતો કે, રસ્તાઓ પર કર્ફ્યુનો માહોલ જોવા મળતો હતો.
 • જે બાદ સમય આવ્યો ધારાવાહિકોનો, જે જોઇને આપણું બાળપણ પસાર થયુ, જેમાં શક્તિમાન, જુનિયર જી, હી મેન,અલિફ લૈલા, ચંદ્રકાંતા તેમજ વ્હોમકેશ બ્ખશી જેવી સીરિયલોએ લાંબા સમય સુધી લોકોના દિલોમાં કામ કર્યું હતુ.
 • 26 જાન્યુઆરીએ 1993 માં દુરદર્શન પોતાનું બીજી ચેનલ લઇને આવ્યુ, જેનું નામ મેટ્રો ચેનલ હતુ. જે બાદ પહેલી ચેનલ DD 1 અને બીજી ચેનલ dd2 ના નામ પર લોકપ્રિય થઇ ગઇ.
 • ધીરે ધીરે ડીડી ઇન્ચટરનેશનલ અને ડીડી સ્પોર્ટસ જેવી ચેનલો પણ સામે આવી, જે બાદ ડીડી ભારતી અને ડીડી ન્યુઝ લોન્ચ કરવામાં આવ્યા. બધી ચેનલને લોકપ્રિયતા મળી.
 • 16 ડિસેમ્બર 2004 માં ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ શરુ થઇ. જેને નાના પર્દાની દુનિયામાં એક ક્રાંતિકારી બદલાવ લાવ્યો.
 • પહેલી પ્રાઇવેટ ચેનલ 2 ઓક્ટોબર 1992 માં જી ટીવી આવ્યુ હતુ. જેનાથી લોકો જી તરફ વળ્યા ને દુરદર્શનની લોકપ્રિયતા ઓછી થઇ. આજે 1000 થી પણ વધુ પ્રાઇવેટ ચેનલ પ્રસારિત થાય છે.

READ SOURCE
Open UCNews to Read More Articles