UC News

ICC ODI Ranking: વિરાટ કોહલી વિશ્વનો નંબર વન બેટ્સમેન, રોહિત શર્માએ પણ લગાવ્યો કૂદકો

ICC ODI Ranking: વિરાટ કોહલી વિશ્વનો નંબર વન બેટ્સમેન, રોહિત શર્માએ પણ લગાવ્યો કૂદકો

ભારત Vs ઓસ્ટ્રેલિયા 3 વન ડે મેચની સિરીઝ સમાપ્ત થયા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે આઇસીસીએ વર્તમાન વન ડે રેન્કિંગ જાહેર કરી છે. આ વખતે પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ICC Men's ODI Rankingcમાં નંબર વન બની ગયો છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) આ વન ડે રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. જોકે, બન્ને ખેલાડીઓ વચ્ચે વધુ અંતર છે.

વિરાટ કોહલી (Virat Kohli) આ સિરીઝ પહેલા પણ નંબર વન રેન્કિંગ પર હતો પરંતુ તેના 884 અંક હતા. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ બે વન ડે મેચમાં શાનદાર અડધી સદી ફટકારનારા વિરાટ કોહલીને આ રેન્કિંગમાં 2 અંકનો ફાયદો થયો છે. આ રીતે વિરાટ કોહલી 886 અંક સાથે નંબર વન પર છે જ્યારે રોહિત શર્મા 865 અંક સાથે 3 અંકનો કૂદકો મારી 868 અંક થઇ ગયા છે અને બીજા નંબર પર પહોચી ગયો છે.

ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરને આ સિરીઝમાં 10 પોઇન્ટનો ફાયદો થયો છે, જેનાથી તે 7માં અંકથી છઠ્ઠા સ્થાને પહોચી ગયો છે. કેન વિલિયમસન (Kane Williamson) એક અંક ખસકી ગયો છે. કંગારૂ ટીમના શોર્ટ ફોર્મેટના કેપ્ટન એરોન ફિન્ચ ટોપ 10માં સામેલ થઇ ગયો છે. ફિન્ચને 15 અંકનો ફાયદો થયો છે. તે 11માંથી 10માં સ્થાન પર પહોચી ગયો છે.

(નોંધ: સ્પોર્ટ્સ સાથે જોડાયેલા વીડિયો જોવા માટે અમારી યૂ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો)

ભારત વિરૂદ્ધ પુરી સિરીઝમાં ફ્લોપ રહેલો ઓસ્ટ્રેલિયન ટીમના ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને મિશેલ સ્ટાર્કને આઇસીસી વન ડે રેન્કિંગમાં બોલર તરીકે ઘણુ નુકસાન થયુ છે. પેટ કમિન્સ ચોથાથી પાંચમા સ્થાને ખસકી ગયો છે જ્યારે મિશેલ સ્ટાર્ક ત્રણ પોઇન્ટ નીચે જતો રહ્યો છે અને હવે તે 10માં સ્થાન પર છે. ભલે જસપ્રિત બુમરાહ માટે આ સિરીઝ સારી ના ગઇ હોય પરંતુ તે હજુ પણ મોટી લીડ સાથે વિશ્વનો નંબર વન બોલર છે.

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles