UC News

ICC રેન્કિંગ / વિરાટ કોહલી ટેસ્ટમાં 'બોસ', રહાણે-પૂજારાને લાગ્યો ઝટકો

ICC રેન્કિંગ / વિરાટ કોહલી ટેસ્ટમાં 'બોસ', રહાણે-પૂજારાને લાગ્યો ઝટકો

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે રજૂ થયેલા બેટ્સમેનના નવા રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે ચેતેશ્વર પૂજારા અને અંજ્કિય રહાણેની આ યાદીમાંથી સરકી ગયા છે.

  • ICC રેન્કિંગમાં વિરાટ કોહલી ટૉપ પર
  • માર્નલ લાબુશેને પોતાના કરિયરનું ત્રીજુ સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યુ

ICC એ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે, વિરાટ 928 પોઇન્ટ્સની સાથે બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (911) સાથે ઘણો આગળ છે. પૂજારા એક સ્થાન પાછળ સરકીને 791 પોઇન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે રહાણે બે સ્થાનના નુકસાનથી 759 પોઇન્ટ્સની 9માં સ્થાને પહોંચી ગયો છે.

બોલર્સના ઇજામાંથી કમબેક કરનારો ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ 793 પૉઇન્ટ્સની સાથે છઠ્ઠા સ્થાને યથાવત છે, જ્યારે રવિચંદ્રન અશ્વિન (772 પૉઇન્ટ) અને ફાસ્ટ બૉલર મોહમ્મદ શમી (771 પૉઇન્ટ ) સાથે ક્રમશ નવમા અને દસમા સ્થાને છે.

તો બીજી બાજુ માર્કસ લાબુશાને પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ ત્રીજુ સ્થાન મેળવ્યુ છે. 25 વર્ષના આ ખેલાડીએ ન્યૂઝીલેન્ડની સામે છેલ્લી ટેસ્ટમાં 215 અને 59 રનની ઇનિંગ રમી અને તાજેતરમાં પૂરી થયેલી સીરિઝમાં 549 રન બનાવી ટોપ સ્કોરર રહ્યો.

પેટ કમિન્સ બન્યો નંબર 1

ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર પેટ કમિન્સ 904 પૉઇન્ટ્સની સાથે ટોચના સ્થાને છે. નીલ વેગનર (852) અને વેસ્ટ ઇન્ડિઝનો જેસન હોલ્ડર (830) અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલ મિશેન સ્ટાર્ક ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી પાંચમુ સ્થાન મેળવ્યુ. નાથન લાયન પણ પાંચ સ્થાનના ફાયદા સાથે 14માં ક્રમે પહોંચી ગયા છે.

  • મોદી સરકારને મોટો ઝટકો! ઈલેક્ટોરલ બોન્ડથી રાજકીય પાર્ટીઓને દાન આપનારના નામ જાહેર કરવા પડશેઃ CIC
  • જયેશ રાદડિયાનાં ગામમાં ચાલી રહ્યું છે આ કૌભાંડ, શું તેઓ તેનાથી અજાણ છે?
  • જે હેરિટેજ ઈમારતોના કારણે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી નો ખિતાબ મળ્યો તેની જ સ્થિતિ દયનીય

READ SOURCE
Open UCNews to Read More Articles