UC News

DTH / Air Digital TV અને Dish TV થઈ રહ્યાં એક, જાણો તેનાથી શું થશે અસર

DTH / Air Digital TV અને Dish TV થઈ રહ્યાં એક, જાણો તેનાથી શું થશે અસર

છેલ્લા કેટલાક મહિનાથી DTH Industryમાં ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ ઈન્ડસ્ટ્રીમાં ડિશ ટીવીને પછાડીને અત્યારે Tata Sky ટોપ પર આવી ગયું છે. પણ હવે એવું લાગે છે કે ટાટા સ્કાય પાસેથી આ પોઝિશન ટૂંક સમયમાં છીનવાઈ જશે. હકીકતમાં એવા સમાચાર છે કે આ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી 2 મોટી ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓનું વિલિનીકરણ થવાનું છે. એવું કહેવાય રહ્યું છે કે એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવી મર્જ થવાના છે.

  • ટાટા સ્કાયની નંબર વન પોઝિશન ખતરામાં
  • ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે વિલિનીકરણ
  • એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવી થશે મર્જ

બંને ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે વિલિનીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, ડિશ ટીવી અને એરટેલ ડિજિટલ ટીવી વચ્ચે થયેલા કરારને લઈ કોઈ વાત સામે આવી નથી. એક રિપોર્ટ મુજબ, ભારતી એરટેલની ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) યૂનિટ એરટેલ ડિજિટલ ટીવી, પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ વૉરબર્ગ પિંકસ અને એસ્સેલ ગ્રુપની ડિશ ટીવી ત્રણેય કંપનીઓ સમજૂતી માટે તૈયાર થઈ ગઈ છે. જોકે, વિલિનીકરણની રકમનો હાલ કોઈ ખુલાસો થયો નથી.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં ભારતી ટેલીમીડિયામાં 20 ટકા શેર વૉરબર્ગ પિંકસને વેચ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, આ વિલિનીકરણ બાદ પણ કંપની રોકાણ ચાલુ રાખશે. ડિશ ટીવી અને એરટેલ ડિજિટલ ટીવીના વિલિનીકરણનો સૌથી પહેલો પ્રયાસ સુનીલ ભારતી મિત્તલે કર્યો હતો.

સુનીલ ભારતી મિત્તલ ભારતી ગ્રુપના અધ્યક્ષ છે. આ પ્રયાસ તેમણે એ સમયે કર્યો હતો જ્યારે મુકેશ અંબાનીની માલિકીવાળા રિલાયન્સ જિયોએ કેબલ ટીવી ફર્મ્સ ડેન નેટવર્ક્સ અને હેથવેનો કંટ્રોલિંગ સ્ટેક ખરીદ્યા હતા.

જોકે, હજી સુધી એ વાત સામે નથી આવી કે એરટેલ ડિજિટલ ટીવી અને ડિશ ટીવીનું વિલિનીકરણ ક્યારે થશે, પરંતુ વિલિનીકરણ પછી આ ભારતની સૌથી મોટી ડીટીએચ પ્રોવાઈડર કંપની બની જશે. તેની પાસે ડીટીએચ માર્કેટનો 62 ટકા ભાગ હશે અને 60 મિલિયન ડીટીએચ સબસ્ક્રાઈબર હશે અને તે માર્કેટમાં નંબર વન પર રહેલાં ટાટા સ્કાયને પાછળ છોડી દેશે.

  • વિધાનસભામાં રજૂ થયેલા ગોધરાકાંડ રિપોર્ટમાં શું હતું? આ રહ્યા મહત્વના 15 મુદ્દા
  • ગોધરાકાંડમાં મોદી સહિત મંત્રીઓને ક્લિનચીટ, ગૃહમંત્રીએ કહ્યું તત્કાલિન CMને બદનામ કરવાનું કાવતરુ
  • આ છે 'ગુજરાત મોડેલ', રાજ્યમાં અભણ તો છોડો 4 લાખથી વધુ શિક્ષિત યુવાનો બેરોજગાર

Follow @vtvgujarati

એરટેલ ડિજિટલડીટીએચ સર્વિસ પ્રોવાઈડરTata SkyDish TVAirtel Digital TVDTH services

READ SOURCE
Open UCNews to Read More Articles