UC News

મહારાષ્ટ્ર / નારાયણ રાણેએ કહ્યુ- સરકાર BJP જ બનાવશે, રાજ્યપાલ પાસે 145ના આંકડા સાથે જઇશું

મહારાષ્ટ્ર / નારાયણ રાણેએ કહ્યુ- સરકાર BJP જ બનાવશે, રાજ્યપાલ પાસે 145ના આંકડા સાથે જઇશું

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ રાજકીય ગરમાવો શાંત થવાનું નામ લેતો નથી. હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નારાયણ રાણેએ મોરચો સંભાળી લીધો છે. રાણેએ કહ્યું સરકાર અમે જ બનાવીશું અને જ્યારે પણ રાજ્યપાલ પાસે જઇશું ત્યારે 145ના જાદુઇ આંકડા સાથે જઇશું. મહારાષ્ટ્રના પૂર્વ CM એ જણાવ્યું કે ભાજપની સરકાર બનાવવા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. 

  • મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ વચ્ચે નારાયણ રાણેની એન્ટ્રી
  • પૂર્વ સીએમએ કહ્યું-રાજ્યમાં ભાજપની સરકાર જ બનશે

નારાયણ રાણેએ શિવસેના પર કર્યાં આકરા પ્રહાર

નારાયણ રાણે શિવસેના પર હલ્લાબોલ કર્યું છે. રાણેએ કહ્યું કે શિવસેનાએ ગઠબંધનનો ધર્મ ન નિભાવ્યો. શિવસેનાને બેવકુફ બનાવામાં આવી રહ્યું છે. ભાજપ નેતાએ કહ્યું કે સામ, દંડ, ભેદ શિવસેનાએ જ શીખવ્યું. નારાયણ રાણે 145 ધારાસભ્યો અંગે વાતચીત જરૂરથી કરી રહ્યાં છે પરંતુ કેવી રીતે આવશે તેની જાણકારી તેમની પાસે જ હશે. ભાજપને સરકાર બનવા માટે બહુમતિ માટે હજી વધુ 40 ધારાસભ્યોની જરૂરિયાત છે.

જો કે ભાજપના વરિષ્ઠ નેતા સુધીર મુનગંટીવારે નારાયાણ રાણેના નિવેદનને તેમનું અંગત નિવેદન જણાવ્યું હતું. મુનગંટીવારે સ્પષ્ટ કર્યું કે સરકાર ગઠનની જવાબદારી આપવાના સંબંધમાં નારાયણ રાણેનું નિવેદન વ્યક્તિગત નિવેદન છે.


ચૂંટણી બાદ રાજ્યની પક્ષવાર સ્થિતિ આ પ્રમાણે

ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપને કુલ 105 બેઠક પર જીત મળી હતી અને તેઓ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યા હતા. જ્યારે શિવસેના 56 બેઠક સાથે સૌથી મોટો બીજા પક્ષ બન્યો. આમ ભાજપ-શિવસેના ગઠબંધન પાસે કુલ 161 બેઠક હતી જે બહુમતિના આંકડા કરતા ઘણી વધારે હતી. ત્યારબાદ 54 બેઠક સાથે NCP ત્રીજા જ્યારે કોંગ્રેસ 44 બેઠક સાથે સૌથી મોટા ચોથા પક્ષ તરીકે ઉભરી આવ્યાં હતા.

શિવસેના સાથે સરકાર ગઠનનો આ છે NCP-કોંગ્રેસનો ફોર્મ્યુલા

બંને પક્ષ વચ્ચેની વાતચીત દરમિયાન કોંગ્રેસે સરકાર ગઠન માટે પોતાની કેટલીક શરત NCP સમક્ષ રાખી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ દ્વારા સમર્થનને લઇને કેટલીક શરતો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ NCP ઇચ્છે છે કે કોંગ્રેસ સરકારમાં જોડાય જેથી રાજ્યમાં મજબૂત અને સ્થાયી સરકારનું નિર્માણ થાય.

આ સાથે NCP રાજ્યમાં અઢી-અઢી વર્ષ બંને પક્ષના નેતા મુખ્યમંત્રી બને. આમ પહેલા અઢી વર્ષ શિવસેનાના અને ત્યારબાદ NCPના મુખ્યમંત્રી અઢી વર્ષ શાસન કરે. આ સાથે NCP કોંગ્રેસના પાંચ વર્ષ માટે Dy. CM નું પદ પણ આપવા ઇચ્છે છે.

  • મહારાષ્ટ્રમાં ક્યાં સુધી રહેશે રાષ્ટ્રપતિ શાસન, જાણો કલમ 356 વિશે તમામ બાબતો
  • મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છતાં આ રીતે સરકાર બની શકે છે
  • 2030 સુધી ભારતમાં 30 કરોડથી વધુ સ્નાતકો હશે, પરંતુ અડધાથી વધુની હાલત ખરાબ હશે : UNICEF

Follow @vtvgujarati

MaharashtraBJPNarayan RaneGovernmentભાજપસરકારમહારાષ્ટ્રનારાયણ રાણે

READ SOURCE
Open UCNews to Read More Articles