UC News

ચૂંટણી / હરિયાણાના 'દંગલ' માં BJP ના ચેમ્પિયન દાવ, યોગેશ્વર દત્ત અને સંદીપ સિંહ થયા શામેલ

ચૂંટણી / હરિયાણાના 'દંગલ' માં BJP ના ચેમ્પિયન દાવ, યોગેશ્વર દત્ત અને સંદીપ સિંહ થયા શામેલ

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પહેલા ઓલિમ્પિકમાં દેશનુ નામ રોશન કરનારા પહેલવાન યોગેશ્વર દત્ત ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ ગયા છે.

  • હરિયાણા અને મહારાષ્ટ્રમાં થશે 21 ઓક્ટોબરના ચૂંટણી
  • યોગેશ્વર દત્ત જોડાયા છે ભાજપમાં
  • ઓલિમ્પિક ગેમ્સમાં વિજેતા યોગેશ્વર દત્ત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપ તરફથી ટિકિટનો દાવેદાર હતો

યોગેશ્વર દત્તની સાથે સાથે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહ ભાજપમાં શામેલ થઇ ગયા છે. બંને હરિયાણા ભાજપ પ્રમુખ સુભાષ બરાલાની હાજરીમાં ભાજપમાં શામેલ થઇ ગયા છે.

પાર્ટીના સૂત્રોનુસાર, 2012ના ઑલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનારો યોગેશ્વર દત્ત તાજેતરમાં જ થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપ તરફથી ટિકિટનો દાવેદાર હતો.

પાર્ટીના રાજ્ય એકમ દ્વારા તેના નામની ભલામણ કરવામાં આવી છે. હરિયાણાના પહેલવાને રાજ્યના ભાજપ અધ્યક્ષ સુભાષ બિરલાની મુલાકાત કરી અને તેમણે જણાવ્યુ કે, ''તેણે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપી દીધુ છે.''

File Photo: યોગેશ્વર દત્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે

તમને જણાવી દઇએ કે, હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી હતી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના થશે અને મતગણના 24 ઓક્ટોબરના કરવામાં આવશે.

આ સિવાય મહિલા રેસલર બબીતા ફોગાટ અને પિતા પણ ભાજપમાં શામેલ થઇ ગયા છે. રિપોર્ટ અનુસાર, બબીતા પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, યોગેશ્વર દત્તે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય પહેલવાનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે. યોગેશ્વરે દત્તે 2014 કોમેનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતો.

  • જુનિયર ઍન્જિનિયરનો મેમો ફાડવો પોલીસને ભારે પડી ગયું, લીધો એવો બદલો કે...
  • 65000નું નવું સ્કૂટર ખરીદ્યું, શોરૂમની બહાર આવ્યું અને આવ્યો 1 લાખનો મેમો
  • ISRO કરતા પણ અગત્ય એવી દેશના વૈજ્ઞાનિકોની આ સંસ્થાને કેમ કોઈ જાણતું નથી?

Follow @vtvgujarati

sportsnationalYogeshwar DuttBJP

Topic:
READ SOURCE
Open UCNews to Read More Articles